કોઈપણ ક્ષેત્રમાં નિપુણતાનો 10,000 કલાકનો નિયમ | The 10000 Hour Rule in Gujarati

10000 કલાક નો નિયમ


દોસ્તો આપણે સારી રીતે જાણીયે છીએ કે જીવવા માટે આપણે ને એક જ જિંદગી મળી છે અને આ જિંદગી માં બોવ થોડા વર્ષો જ આપણી પાસે હોય છે કે જે પળ વાર માં વીતી જાય છે 

આપણા બધા ના કેટલાક સપનાઓ Dreams હોય છે જે આપણે ખુલ્લી આંખો થી જોતા હોય છીએ,જેને પુરા કરવા આપણા બધા ની જીંદગી નો ઉદેશ્ય હોય છે,પણ અફસોસ કે આપણા બધા માથી બોવ ઓછા લોકો પોતાની જિંદગી ના અંતિમ પળો માં ખુદ ને છાતી ઠોકી ને કહી શકે મેં પુરા કરી બતાવ્યા. મોટાભાગ ના લોકો ને પોતાની જિંદગી ના આખરી દિવસો માં એમના સપનાઓ પુરા ના થયાં એનો અફસોસ કરતા હોય છે.


દોસ્તો તમે જાણો છો કે સપનાઓ ક્યારે વાસ્તવિકતા Reality માં ફેરવાઈ છે ? આપણી Dream life  ક્યારે હકિકત બને છે?

જ્યારે આપણે આપણા ફિલ્ડ ના master બનીએ ત્યારે.કે જ્યાં આપણા ફિલ્ડ માં આપણા જેવું બીજું કોય ના હોય પછી ભલે તે sport, writing, Teaching ,cooking કઈ પણ હોય આપણે તેમાં master હોવા જોઈએ.


હવે સવાલ એ થાય કે કોઇ પણ વ્યક્તિ પોતાના ફિલ્ડ નો માસ્ટર બને છે કે પછી જન્મજાત એવા ગુણ સાથે પેદા થાય છે?  આપણે ઘણી વાર એવુ માનવા લાગી છી કે જે કોઈ પણ પોતાની ફિલ્ડ માં માસ્ટર છે એના માં જન્મજાત એ ખૂબીઓ હશે,જો કે આ વાત 100% સાચી નથી.


હા એ વાત સાચી કે કેટલાક લોકો જન્મથી જ કેટલીક વસ્તુઓ માં બોવ સારા હોય છે પણ એવા લોકોની સંખ્યા બોવ ઓછી હોવાની.અહીંયા આપણે એ વાત જાણી લેવી જરૂરી છે કે આપણે જન્મથી expert હોય કે ના હોય પણ practice કરીને જરૂરથી બની જ શકીયે છીયે.


ઉદાહરણ માં આપણે Sachin Tendulkar ની વાત લઈએ કે જેમને લોકો God of cricket પણ કહે છે 

તેમણે પોતાની જિંદગીનો મોટાભાગ નો સમય ક્રિકેટ ને સમર્પિત કરી દીધો,ઘણી મહેનત કરી ત્યારે તેવો એમના ફિલ્ડ ના ભગવાન બની શક્યા.

આ તનતોડ મેહનત ને Malcolm gladwell એ તેમના પુસ્તક “Outliers: The success story” માં દર્શાવતા તેને એક નંબર નું સ્વરૂપ આપ્યું,અને તે નંબર છે “10000 hour rule” જેના વિશે આપણે આગળ વાત કરીશું.


આ પણ વાંચો : જિંદગી બદલાઈ જશે, રોજ સવારે કરો આ કામ

10000 hour rule શુ છે? અને તેનાથી આપણે કેવી રીતે કોઇ પણ ફિલ્ડ ના એક્સપર્ટ બની શકી એ જાણતા પેહલા એ સમજવાની કોશિષ  કરીયે કે શા માટે આપણે આપના ફિલ્ડ માં માસ્ટર બનવું જોઈએ ?

1) જો આપણે આપણા ફિલ્ડ ના માસ્ટર હશું તો આપણે આપણી મનમરજી થી જીવી શકીશુ,મતલબ કે

આપણી “Ideal life” જીવી શકીશુ.

હવે સવાલ એ થાય કે ideal life એટલે શુ? આ એક એવી જીંદગી છે કે જે આપણે ને બોજના લાગે અને આપણે એન્જોય કરી શકીએ.


2) જે લોકો પોતાની ફિલ્ડ ના માસ્ટર હોય છે એમને ક્યારેય કામ ની ખોટ પડતી નથી, આવા લોકો પાસે કામ સામે ચાલીને લોકો દેવા આવે છે, કામની શોધમાં તેમણે આમ તેમ ક્યાંય ભટકવું પડતુ નથી હોતુ.


3) આવા લોકો ને સમાજમા માન સન્માન મળે છે પછી ભલે તમે ડૉક્ટર હોવ ટીચર હોવ કે કોઈ પ્લેયર હોવ,જો તમે તમારી ફિલ્ડ ના માસ્ટર હશો તો સમાજ માં તમને એક અલગ જ દરજ્જો આપવામા આવતો હોય છે.

કોઈ પણ ફિલ્ડ ના એક્સપર્ટ બનવાનુ વિચારતા પેહલા આપણે ખુદને બે સવાલ પૂછવા જરૂરી છે

1) મારે ક્યાં ફિલ્ડ માં એક્સપર્ટ બનવું છે?

2) મારે કેટલા સમય ની અંદર બનવુ છે?


અગાવ આપણે એ વાત જાણી કે આ આર્ટીકલ glad well ના 10000 hour rule પર છે તેનો ઉપયોગ કરીને ચાલો જાણીએ કે કેવી રીતે આપણે આપણા ફિલ્ડ ના એક્સપર્ટ બની શકીયે.


Malcolm gladwell એક ફેમસ લેખક છે અને તેમને એમના પુસ્તક “Outliers:The story of success” માં જણાવે છે કે જો આપણે કોઈ પણ ફીલ્ડ માં માસ્ટર બનવુ હશે તો 10000 કલાક કામ કરવું પડશે.આ વાત ને આપણે સરળ રીતે સમજીએ તો એમ કહી શકાય કે કોઈ પણ કામ માં મહારત હાસિલ કરવા માટે 10000 કલાક ની પ્રેક્ટિસ કરવી જરૂરી છે,આપણા આ પ્રયત્નો આપણે ને જિંદગી માં સફળતા તરફ લઈ જાય છે.આપણે શરૂવાતથી જ જાણીયે છીએ કે સખત મેહનતનો કોઈ વિકલ્પ નથી મેહનત કર્યા વગર કોઈ પણ વ્યકતિ એના જીવન માં સફળ બની શકે નહી તો આમા નવુ શુ છે? Gladwell એ સખત મેહનતની વાત તો કરી જ છે સાથે એક આંકડો પણ જણાવ્યો છે એ છે “10000 કલાક’ આ ફોર્મ્યુલા આપણા હાર્ડવર્ક ને સ્માર્ટવર્ક મા બદલી દે છે.


10000 કલાક નો આ નિયમ આપણા સાધારણ aim ને સ્માર્ટ aim મા બદલી નાખે છે, કારણ કે તેનાથી આપણે ને સાચી direction મળે છે કે આપણે કેટલી મેહનત કરવાની છે, સાથે એ વાત પણ ધ્યાન આપવા જેવી છે કે આ પ્રેક્ટિસ આપણે સફળતા અપાવવા માટે જ નહિ પણ આપણા ફિલ્ડ ના એક્સપર્ટ બનાવવા માટે પણ છૅ.


આ નિયમ માં સૌથી important point છે “Deliberate practice” મતલબ કે મહારથ હાસિલ કરવા માટે જાણી જોઈને કોઈ કામ ને સતત કર્યા કરવુ. મોટાભાગ ના લોકો મન મારી ને મજબૂરી માં કરવા ખાતર કરતા હોય છે પણ જે લોકો માસ્ટર હોય છે એ એવા સંકલ્પ સાથે કામ કરે છે કે તેમણે આ કામ માં માસ્ટરી મેળવવી છે.આ લોકો ખુબ જ ઝીણવટ થી અને ઘ્યાન થી કામને સમજવાનો પ્રયાસ કરે છે. અને સતત પોતાની ખામીઓ ને દૂર કરતા રહી ને ખુદ ને improve કરતા જાય છે.


આવા લોકો ખુદથી ક્યારેય સંતોષ માનતા નથી હોતા અને સત્તત પ્રયત્નો કરતા રહી ને ખુદ ને પેહલાથી વધુ સારા બનાવતા રહે છે.આપણે સચિન તેંડુલકર ના ઉદાહરણથી સમજીયે કે જેમણે 16 વર્ષની ઉમરથી ભારત માટે રમવાનું શરૂ કર્યું હતું,એમણે ખુદ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતુ કે તેવો ત્યાર થી ક્રિકેટ  રમતા જ્યારે તેમને સારી રીતે બોલ પકડતા પણ નહોતું આવડતું.


એક અનુમાન લગાવીએ કે તો આપણે માની શકીયે કે જો તેમણે 6 વર્ષ ની ઉમરથી જ ક્રિકેટ રમવાનું શરુ કર્યું હશે તો 16 વર્ષ ની ઉમર સુધીમાં તેવોએ રોજ ના ફક્ત 3 કલાક જ ક્રિકેટ ને આપ્યા હશે તો પણ 10 વર્ષો માં 10000 કલાક ક્રિકેટ રમ્યા હશે.


તો મિત્રો સતત પ્રેક્ટિસ કરતા રહી ને ખુદ ને ગમતા ફિલ્ફ ના માસ્ટર બનાવો બેસ્ટ ઓફ લક.👍

તમારી બેઠકની સ્થિતિ તમારા વ્યક્તિત્વ દર્શાવે છે.

Leave a Comment