દરેક વ્યક્તિ પાસે એક પૂજા હોવી જરૂરી છે!! | Happynetic

 Pooja

દરેક વ્યક્તિ ના જીવન માં એક પૂજા હોવી જ જોઈએ. શું બોલે છે યાર! મને પણ આવો જ વિચાર આવેલો જ્યારે મને મિત્ર એ આવો મેસેજ કરેલો. પૂજા કરવાની વાત હોઈ તો ઠીક પણ અહીંયા તો વ્યક્તિ ની વાત થઈ રહી છે વાત મા રસ પડ્યો તો વિચાર્યુ કે પતા કરના પડેગા કી આખિર યે પૂજા હે કોન? જવાબ જાણવા મારે ડ્રીમ ગર્લ મૂવી જોવું પડ્યું.  

તમને અંદાજ આવી જ ગયો હસે કે હટકે ફિલ્મો કરવા માટે જાણીતા આયુષ્યમાન ખુરાના દ્વારા અભિનીત ડ્રીમ ગર્લ પૂજા ની વાત થઈ રહી છે. સ્ટોરી કંઇક એવી છે કે મૂવી નો હીરો પોતે મહિલાઓ નો અવાજ ખૂબ જ સારી રીતે કાઢી શકે છે. ક્યાંક કામ નાં મળતા હાથ આવ્યું એ સોનું એમ વિચારી ને એક કોલ સેન્ટર માં જોબ લઈ લે છે અને પૂજા તરીકે લોકો સાથે વાત કરવાનું શરૂ કરી દે છે. પોતાનાં સ્વીટ અવાજ અને અંદાજ ને કારણે પૂજા થોડા દિવસો મા જ બચ્ચો સે લેકે બૂઢો કી પસંદ બની જાય છે. બધા ની તે જાણીતી અને માનીતી ડ્રીમ ગર્લ બની જાય છે બધા તેના પ્રેમ મા પાગલ બની જાય છે અને વાત કરવા તરસતા હોઈ છે.  

શું હતી પૂજાની સિક્રેટ રેસિપી? પૂજા એક વાત મા માસ્ટર હતી એ છે કોમ્યુનિકેશન સ્કીલ, કોઈ પણ ફિલ્ડ હોઈ નોકરી જોતી હોઈ કે છોકરી, વાતચીત ની કળા જેમને આવડે છે તે બાજી મારી જતાં હોઈ છે.  

અહી પૂજા એને ફોન કરતા દરેક વ્યક્તિ સાથે ખૂબ જ સોફ્ટલી વાત કરે છે એ તેવો ને જજ કર્યા વગર તેમની બધી વાતો ધ્યાન થી સાંભળી લે છે એમની વાતો મા દિલ થી રસ લે છે. ફોન કરનાર ની બેકાર શાયરી હોઈ કે કોઈ ગાવાના શોખીન એ તમામ લોકો ને ધ્યાન આપે છે એમને પ્રેમ થી સાંભળે છે અપ્રીસિયેટ પણ કરે છે જે મોટે ભાગે આજુ બાજુ ના લોકો દ્વારા ઇગ્નોર કરવામાં આવે છે.  

 ડિજિટલ ક્રાંતિ એ લોકો ને નજીક લાવવાને બદલે દૂર કરી દીધા છે. જો મોબાઈલ ફોન અને નેટ હોઈ તો હું હિમાલય માં રહી લવ, કોઈ ની જરૂર નથી, એક સમયે ફોન કરવાનો ચાર્જ લાગતો ત્યારે લોકો આપણી પાસે વાત કરવાનો સમય હતો આજે અનલિમિટેડ ફ્રી હોવા છતાં પણ નથી કેમકે આપણે ખુદ માં એટલા વ્યસત થય ગયા છી સાથે સ્વાકેન્દ્રી અને સ્વાર્થી પણ ખરા કે પોતાના સિવાય કોઈ માં અને કોઈની કોઈ વાત મા આપને ને રસ પડતો નથી.  Whatsapp નાં Status થી લઈ ને Instagram ની Story માં આપણે ઉપર થી બોવ ખુશ બતાવી છીએ પણ આપને જાણીએ છીએ છે અંદર થી કેટલાં ખાલી અને એકલા ફીલ કરીયે છીએ. એનું કારણ એ છે કે આપણી વાત સાંભળે એવી પૂજા જેવી વ્યક્તિ આપણી પાસે નથી કે જ્યાં ખુશી થી ગમ શેર કરી શકાય. આજે માણસ ને હાથ ની નઈ પણ કાન ની જરૂર છે.  પૂજા ના રોલ માં કોઈ પણ હોઈ શકે કે જેની સાથે તમે મન ની વાત ખુલી ને કરી શકો કે જેને તમને સાચે તમારા માં અને તમારી વાત મા રસ હોઈ. જેની સાથે વાત કરી ને તમને રિલેક્સ ફીલ થાય કે જે તમારી ખુશી ને ડબલ કરી દે અને તમારા ગમ ને ભુલાવી દે.જો આવી કોઈ પણ વ્યક્તિ તમારા જીવન માં છે તો તમે ખુદ ને નસીબદાર માનો. આવી વ્યક્તિ બધા લોકો પાસે નથી હોતી.  યાદ કરો તમારા એ સમય માં જ્યારે તમે મુંજાય ગયા હોઈ અને કોઈ ની સાથે વાત કરી ને તમને પોઝિટિવ ફીલ થયું હોઈ. તમારી લાઇફ ની પૂજા કઈ વ્યક્તિ છે? એમને જરૂર થી જણાવજો સાથે એ વ્યક્તિ નો સ્પેશિયલ આભાર માનવાનું ના ભૂલતા.   

દરેક વ્યક્તિ એ પોતાના લોકો માટે પૂજા બનવાની આજ ના સમય માં ખાસ જરૂર છે

Leave a Comment