દિવાળી વિશે નિબંધ – Diwali Nibandh In Gujarati

Essay On Diwali In Gujarati , દિવાળી પર નિબંધ, દિવાળી નિબંધ ગુજરાતી ધોરણ 1,2,3,4,5,6,7,8,9,10,11,12, દિવાળી નું મહત્વ નિબંધ, Diwali Essay In Gujarati, Diwali vishe gujarati ma nibandh,દિવાળી વિશે નિબંધ ગુજરાતી માં | મારો પ્રિય તહેવાર દિવાળી નિબંધ | Diwali nibandh In Gujarati, Diwali par nibandh, દિવાળી નિબંધ ગુજરાતી pdf

દિવાળી નિબંધ ગુજરાતી : આપણો ભારત એ તહેવારો થી ભરેલો છે. અનેક પ્રકારના તહેવારો અહી માનવામાં આવે છે. પછી એ હિન્દુ હોય કે બીજા કોઈ ધર્મ ના હોય. અહી તહેવારો નું ખુબ મહત્વ છે. અને એમાં પણ આખા ભારત માં અને વિદેશ પણ ઉજવાતો સૌથી મોટો તહેવાર છે દિવાળી જે બધા ને ખુબ ગમે છે. આ દિવાળી એ આપણું નવુ વર્ષ શરૂ થવાનું હોય છે. તો આપણે દિવાળી વિશે ચર્ચા કરશું.

દિવાળી જે હિન્દુ ધર્મ નો મુખ્ય તહેવાર છે. તેને *દીપાવલી” “પ્રકાશ નો તહેવાર” તરીકે પણ ઓળખવામાં આવે છે. દીપાવલી એટલે દીવા થી પ્રકાશિત આખું ભારત દીવાથી પ્રકાશિત હોય છે. લોકો ને ઘરે – ઘરે દીવા પ્રગટાવે છે. અને ફટાકડા ફોડે છે.દિવાળી નો ઇતિહાસ – Diwali History In Gujarati

દિવાળી એ બુરાઈ ની હાર અને સત્ય ની જીત પર ઊજવમાં આવે છે. રામાયણ માં ભગવાન રામ અને રાવણ વચ્ચે ના યુદ્ધમાં ભગવાન રામ જીત્યા હતા. એથી મનાવવામાં આવે છે. જ્યારે ભગવાન રામ ને ૧૪ વર્ષ નો વનવાસ થયી હતો. ત્યારે વન માં માતા સીતા ને રાવણ પોતાની સાથે લયી ગયો. અને લંકા માં રાખ્યા. 

આ વાત ની જાણ ભગવાન રામ ને થયી અને ભગવાન રામ તેમના ભાઈ લક્ષ્મણ અને હનુમાનજી પોતાની વાનર સેના લયુ ને લંકા પહોંચ્યા હતા. પછી ત્યાં માતા સીતાને શોધી અને રાવણ સાથે ભયંકર યુદ્ધ કર્યું. તેમાં હનુમાનજી એ આખી લંકા દહન કરી નાખી અને રાવણ ને મારી નાખ્યો પછી તેઓ માતા સીતા સાથે અયોધ્યા પરત ફર્યા અને અયોધ્યા માં ભગવાન રામ અને સીતા આવવાના છે. એ ખુશીથી આખું અયોધ્યા ખુબ ખુશ થયી ગયું અને બધા લોકો એ પોતાના ઘરે દીવા પ્રગટાવ્યા અને બધે જ રોશની ફેલાય ગયી. આખું અયોધ્યા પ્રકાશિત થયી ઉઠ્યું. એથી બધા દિવાળી નો તહેવાર મનાવે છે. 

દિવાળી શું છે?

દિવાળી એટલે “પ્રકાશનો તહેવાર” .જેને દીપાવલી પણ કહેવામાં આવે છે. એટલે કે ચારે બાજુ પ્રકાશ જ પ્રકાશ અને આનદ જ છવાય જાય છે. જે  વિજય, સ્વતંત્રતા, જ્ઞાન અને અંધકાર પર પ્રકાશની જીત અને અનિષ્ટ પર સારાના આશીર્વાદનું સન્માન કરે છે. દિવાળી ને સંસ્કૃત માં “પ્રકાશની પંક્તિ” પણ કહે છે. દિવાળીની ઉજવણી કરનારાઓ અંધકારમય રાત્રિને પ્રકાશિત કરવા માટે મોટી સંખ્યામાં મીણબત્તીઓ અને માટીના દીવા પ્રગટાવી ખુશી મનાવે છે. 

દિવાળી ક્યારે ઉજવવામાં આવે છે?

દિવાળી ના આગમન ની વાત કરીએ તો દિવાળી એ આપણા ભારતમાં ગુજરાતી મહિના પ્રમાણે આસો મહિનામાં આવે છે. આસો મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ આસો મહિનાની અમાસના દિવસને દિવાળીના દિવસ તરીકે ઊજવવામાં આવે છે. અને અંગ્રેજી મહિના માં જોઈએ તો દિવાળી  દર વર્ષે ઑક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં  આવે છે. એટલે કે ત્યાં શિયાળા ની ઋતુ ચાલતી હોય છે.

દિવાળી એટલે વિક્રમ સંવતનો છેલ્લો દિવસ તે પછીનું  દિવસ એ નવુ વર્ષ શરૂ થાય છે.  એટલે આસો વદ અમાસ અને એના બીજા દિવસ થી વિક્રમ સંવતનું નવું વર્ષ શરુ થાય છે. તેથી નવા વર્ષની ઉજવણી આનંદ અને ઉલ્લાસથી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમ થી ઊજવવામાં આવે છે. ત્યારથી આપણા ભારતીય નો નવુ વર્ષ શરૂ થાય છે. દિવાળી ની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે?

દિવાળી ની ઉજવણી આપણે બધા કરીએ જ છીએ વિવિધ રીતે લોકો દિવાળીની ઉજવણી કરે છે. અને દિવાળી અવના મહિના અગાઉ લોકો પોતાના ઘરની સાફ સફાઇ કરવા લાગે છે. પોતાનું ઘર ને શણગારે છે. અને દિવાળી ની ખરીદી કરે છે. દિવાળી આવતા લોકો દીવા પ્રગટાવે છે. પોતાના ઘરે આંગણે રંગોળી બનાવે છે. અને દિવાળી નો તહેવાર ઉજવે છે. 

દિવાળી એ આમ જોઈએ તો પાચ દિવસ નો તહેવાર છે. અગિયારશ થી શરૂ કરીને પડવા સુધી ઉજાવામા આવે છે. પહેલા અગિયારશ આવે છે. ત્યારથી લોકો રંગોળી કરવાનું શરુ કરી દે છે. અને દિવાળી પછી ના દિવસ સુધી બનાવે છે. તેમાં અગિયશ આવે છે. વાઘ બારસ, ધનતેરશ કે ત્યારે ધન લેવું ખુબ શુભ માનવામાં આવે છે. લોકો આ દિવસે ધન ની ખરીદી કરે છે. અને તેનું પૂજન કરે છે. વેપારીઓ ચોપડા પૂજન કરે છે. અને માતા લક્ષ્મી ની પૂજા કરે છે. પછી આવે છે કાળી ચૌદશ આ દિવસે લોકો પોતાના ઘર માંથી કંકાશ કાઢે છે. જેથી પોતાના ઘર માં સુખ શાંતિ છવાય રહે. આ દિવસે ભૂતો નો ઉપદ્રવ વધી જાય છે. લોકો એવું કહે છે. ત્યારે બહાર જવું એ હાનિ કારક છે.

કાળી ચૌદશ પછી આવે છે.  દિવાળીની મુખ્ય ઉજવણી સમગ્ર ભારતમાં પાંચ દિવસીય તહેવારના ત્રીજા દિવસે થાય છે.  અન્ય સ્થળોએ જ્યાં દિવાળી મનાવવામાં આવે છે ત્યાં ફક્ત મુખ્ય દિવસ જ જોવા મળે છે.

આ દિવસે લોકો ખુબ ફટાકડા ફોડે છે. અને છોકરીઓ રંગોળી બનાવે છે. ચારે બાજુ ખુશીનું વાતાવરણ છવાય જાય છે. બધે જ ફટાકડા નો ધુમાડો હોય છે. અને ફટાકડાની  રંગીન રોશની હોય છે. જે રાવણ પર વિજય મેળવ્યો એની અનુભૂતિ કરાવે છે. એક અનોખી જ હકારાત્મકતા હોય છે. આ દિવસે બધા જ લોકો આનદ માં હોય છે. 

દિવાળીનો તહેવાર કોણ ઉજવે છે?

ભારતમાં રહેતા લગભગ બધા જ લોકો દિવાળી નો તહેવાર ઉજવે છે. જેમકે, હિન્દુ, જૈન, શીખ, અમુક મુસ્લિમો અને બૌદ્ધ સહિત તમામ ધર્મોના લોકો દિવાળીની ઉજવણી કરે છે.  વિશ્વના અન્ય પ્રદેશોમાં દક્ષિણ એશિયાઈ વંશ ધરાવતા લોકો મોટી સંખ્યામાં દિવાળી ઉજવે છે. દિવાળી એક ધાર્મિક તહેવાર છે, તે બિનસાંપ્રદાયિક રાષ્ટ્રીય રજા તરીકે પણ વિકસિત થયો છે. કેમકે બધા જ લોકો દિવાળી ઉજવે છે. જે 

દિવાળી નું મહત્વ

દિવાળી એ એક હકારાત્મકતા અને ઊર્જાથી ભરેલો તહેવાર છે. દિવાળીના દિવસે ઠેર ઠેર લગાવેલ રોશની એ પ્રકાશ અને જીત નું પ્રતીક છે. ભગવાન રામ એ મેળવેલ રાવણ પર જીત નું પ્રતીક છે.  દીવા એ અંધકાર દૂર કરીને પ્રકાશ ફેલાવાનું કામ કરે છે. તમામ ઉંમરના, ધર્મો અને જાતિના લોકો દિવાળીની ઉજવણી કરવા માટે ભેગા થાય છે.  એક સરળ સ્મિત અને દયાળુ, સ્વીકાર્ય હૃદય સૌથી અઘરા હૃદયને પણ નરમ કરી શકે છે.  આ સમય દરમિયાન, વ્યક્તિઓ એકબીજાને ભેટે છે અને મીઠાઈ ખવડાવે છે. અને એકબીજા ને ઘરે જાય છે.  આનંદથી ભળી જાય છે. ચારે બાજુ ખુશીનું વાતાવરણ અને આનદ છવાય જાય છે. 

અતિશય ફટાકડા ફોડવાના ગેર ફાયદા

  • દિવાળીમાં લોકો ફટાકડા ફોડે છે. જે એક આનંદ માણે છે. પરંતુ અતિશય ફટાકડા ફોડવા એ આપણા માટે અને વાતાવરણ માટે સારું નથી. 
  • અતિશય ફટાકડા ફોડવા થી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ફેલાય છે. અને અન્ય બીજા હાનિકારક વાયુ પણ ફેલાય છે. 
  • ફટાકડાનો ધુમાડો એ આપણા શ્વાસ માં જાય છે. જેનાથી આપણા શરીરમાં ફેફસામાં ખુબ નુકશાન થાય છે. અને શરીર ને પણ હાનિ પહોચાડે છે.
  • ફટાકડાના અવાજ પણ ખુબ ઘોંઘાટ ફેલાવે છે. જેનાથી વાતાવરણ માં અવાજ નું પ્રદૂષણ ફેલાય છે. જેનાથી પ્રાણી પશુ ને ખુબ મુશ્કેલી થાય છે. જેથી ઓછા અવાજ વાળા ફટાકડા ફોડવા જોઈએ.

ઉપસંહાર

દિવાળી એ આપણા ભારતનો ખુબ મહત્વનો અને સાંસ્કૃતિક તહેવાર છે.  એટલું જ નહી પરંતુ વિદેશ માં પણ દિવાળી ઉજ્વમા આવે છે. જેમકે બંગલાદેશ, શ્રીલંકા, ભૂતાન જેવા દેશમાં દિવાળી ખુબ ધૂમધામ થી ઉજવામ આવે છે. એથી દિવાળી નું ખુબ મહત્વ છે . અને એક રાષ્ટ્રીય તહેવાર જેમ જ છે. 

અમને આશા છે કે આપ લોકો ને અમારો દિવાળી વિશે નો નિબંધ પસંદ આવ્યો હશે અને તેમાંથી જાણવા મળ્યું હશે તેથી અમારો આ નિબંધ બીજા વિદ્યાર્થીઓ અને મિત્રોને શેર કરો જેથી તેમને પણ જાણકારી મળી રહે.

Leave a Comment