“મન મોતી ને કાચ” તૂટી ગયા પછી ફરી થી પેહલા જેવા ના થાય | Happynetic

 

કેહવાય છે કે “મન મોતી ને કાચ” તૂટી ગયા પછી ફરી થી પેહલા જેવા ના થાય. આવું જ ભરોસા બાબતે પણ કેહવાય છે કે એક તુટી ગયા પછી એ પેહલા જેવો નાં રહે. પ્રેમ દોસ્તી થી લઈને દરેક સંબંધો માં પણ આ વાત તમે લોકો ને કહેતા સાંભળી તો હસે બની શકે તમે ખુદ પણ ક્યારેક આ વાત કહેતા પણ હોવાના. દિલ તો બચ્ચા હે જી થોડા કાચા હે જી આમ જોવા જોઈતો વાત સાચી કે  પછી પેહલા જેવું તો ના જ રહે.

પણ અહીંયા એ પણ વિચારવા જેવી વાત છે કે કદાચ ને આવી પરિસ્થિતિ આપણી જિંદગીમાં આવી તો પેહલા જેવું રાખતા આપણે ને રોકે છે કોણ?  આપણી ગમતી વ્યક્તિ કે જેની સાથે આપણે લાગણી થી એક યા બીજી રીતે જોડાયેલા હોઈ છી કે જે આપણાં માટે મહત્વ ની હોઈ છે તેના દ્વારા એવું કઈ પણ થાય કે જે આપને ના વિચાર્યુ હોઈ કે ના ધાર્યું હોઈ. પછી આપણાં મન માં એક જાત નો છૂપો વિરોધ જાગે છે પરિણામે વાત અહમ પર આવી ને ઉભી રહી જાય છે કે એને એવું કર્યું જ કેમ? હવે એને પણ ખબર પડશે કે કેવડી મોટી ભૂલ કરી નાખી છે. 

જાપાન માં “kintsugi art” તૂટેલી વસ્તુ ને ફરી થી રિપેર કરવાની કળા પ્રખ્યાત છે જે બતાવે છે વસ્તુ તુટી ગયા પછી ભલે પેહલા જેવી ના રહે પણ પેહલા થી વધુ સુંદર બની શકે છે. આ વાત સંબધો મા પણ લાગુ પડી શકે છે જો આપનો જોવાનો દ્રષ્ટિોણ પોઝિટિવ હોઈ તો.  માણસ માત્ર ભૂલ ને પાત્ર બધા થી એક યા બીજી રીતે કૈંક ને કેક ભૂલ તો થતી જ હોઈ છે પણ આપનો પ્રૉબ્લેમ એ છે કે આપણે ને આપણી ભૂલ નાની લાગે છે અને બીજા ની મોટી. આપને મન માં યાદ રખતા બોવ સારી રીતે જાણી છી પણ માફ કરતાં નઈ.  માની લો કે તમે નક્કી કરી જ નાખ્યું કે હવે પેહલા જેવું કંઈ નઈ રહે. દિલ પર હાથ રાખી ને જવાબ આપજો તમે ખરેખર એવું કરવા માંગો છો? જો જવાબ હા હોઈ તો સાથે એ પણ વિચારી જોજો કે આમ કરવાથી તમને શું મળશે?  જીવન માં ઘણી વાત આપને વિચાર્યુ કઈક હોઈ અને થાય પણ કંઇક તો પણ આપને થોડી વાર માટે ભગવાન થી નારાજ થય જાય છી પણ આપને એમ નથી કહેતા કે હવે મારી શ્રદ્ધા પેહલા જેવી નઈ રહે. કેમકે આપને ને પણ ખબર કે કુદરતે ક્યારેક અણધાર્યું પણ આપી દીધું હોઈ છે. બસ માણસો માં આપણી આ બાબતો ભૂલી જતા હોઈ છી.  સંબધ ની કસોટી ના ગમતી પરિસ્થિતિ મા જ થતી હોઈ છે કે ત્યારે આપણે કેવી રીતે વર્તીએ છીએ. સાવ સેહલું હોઈ છે તોડી નાખવું. ધીરજ તો જોડી રાખવામાં જોઈએ. ખોટું લાગી જ જાય એવી પરિસ્થિતિ મા ખોટું લગાડી ને જે મનાવ્યે માની પણ જાય એ મેચ્યોરિટી ની નિશાની હોઈ છે. કેમકે આપને મન વ્યક્તિ ની અને એની લાગણી ની કિંમત વધુ હોઈ છે કોઈ એક ઘટના કરતા.    

મજબૂત લાગણીઓ સરળતા થી તુટતી નથી હોતી

Leave a Comment