જિંદગી બદલાઈ જશે, રોજ સવારે કરો આ કામ | Positive Affirmation in Gujarati

સવારની શરૂઆત આ જાદુઈ શબ્દોથી કરો – Positive Affirmation in Gujarati 

શું તમને જિંદગી માંથી રસ ઉડી ગયો છે? તમે જિંદગીથી નિરાશ થઈ ગયા છો ? તમારી જિંદગી માં કઈ નવીન નથી થઈ રહ્યુ તો ચાલી જાણીયે કે કેવી રીતે એક નાનકડા બદલાવથી જિંદગી બદલી શકાય છે.


જ્યારે તમે તમારા દિવસની શરુઆત જિંદગી બદલાવી નાખવાની તાકાત ધરાવતા વિચારોથી કરો છો અને આવનારા 21 દિવસ સુધી સતત મન માં દોહરાવો છો ત્યારે તમને તમારી જિંદગી માં હકારાત્મક બદલાવ ચમત્કારી રીતે થતા દેખાવા લાગશે,કારણ કે પોઝિટીવ અફરમેસન અસંભવ ને સંભવ કરી દેવાની ક્ષમતા ધરાવે છે.


દોસ્તો કહેવાય છે કે માણસ પોતે જેવું વિચારે એવો બની જાય છે અને એ વાત 100% સાચી છે,પોઝિટિવ વિચારસરણી થી તમે જિંદગી માં એક અલગ જ લેવલ પ્રાપ્ત કરી શકો છો વનારા 21 દિવસ સુધી તમે પુરા ભાવથી વિશ્વાસથી જ્યારે મન માં બોલશો ત્યારે પરિણામ ગજબ આવશે.


આ પણ વાંચો :જાણો અફિરમેશન ના ફાયદા અને તે કેવી રીતે કામ કરે છે

Life Changing Positive Affirmation in Gujarati 

1) હું બધા જ શેત્રમાં સફળ થઇ રહ્યો છું

આ પોઝિટિવ અફરમેસન રોજ સવારે મન માં બોલવાથી તમે ખુદ ને મજબૂત ફિલ કરશો,તમારા કામ માં તમે પૂરુ ધ્યાન આપી શકશો,કામ કરવાના નવા નવા વિચારો આવવા લાગશે,કામ કરતી વખતે એ ભાવ મન માં રાખો કે તમે સફળ થઈ રહ્યાં છો.

2) આજે હું ખૂબ જ ખુશ અને સંતુષ્ટ છું

રોજ સવારે આ પોઝિટિવ અફરમેસન લાગણી સાથે બોલો અને અનુભવો કે તમે જીદંગીથી ખૂબ જ ખુશ અને સંતુષ્ટ છો,તમારી આ લાગણી તમારાં સબકોન્સિયસ માઈન્ડ ને સિંગનલ આપશે કે તમે સાચે જ ખૂબ જ ખુશ છો,તમારી જિંદગીમાં ખુશ થવાના નવા નવા રસ્તાઓ ખુલવા લાગશે અને કારણો મળી રહેશે,તમને જિંદગીથી કોઈ ફરિયાદ રહેશે નહી.

3) મારુ શરીર સ્વસ્થ અને મગજ તેજ છે

આ પોઝિટિવ અફરમેશન મન માં રટણ કરવાથી તમારા સબકોન્સિયસ માઈન્ડ ને કમાન્ડ જાય છે કે તમે સ્વસ્થ શરીર અને તેજ મગજ ધરાવો છો,તમારા આ

અહેસાસથી તમારું શરીર કુદરતી બીમારીઓ સામે એક એન્ટિબાયોટિક બનાવી લે છે,આ ટેક્નિકથી ગંભીર માં ગંભીર બીમારી ધરાવતા લોકો પણ જલદીથી સાજા થઈ જાય છે.

4) હું જે ધારું તે કરી શકુ છું

હા સાચે જ તમે જે ધારો તે કરી શકો છો,આપણે જ જાતે આપણી લિમિટ સેટ કરી દીધી હોય છ, મારા થી ના થાય,મને નો આવડે,આવા વિચાર અને ડર ના કારણે જ આપણે આપણી જાત ને નબળી માની લેતા હોઈએ છીએ,મનુષ્ય નું મગજ આઝાદ છે અને ધારે તે કરી જ શકે છે.

5) જે પણ થાય છે તે મારા સારા માટે થાય છે

સુખ અને દુઃખ એક જ સિક્કા ની બે બાજુ છે,જિંદગી ના આ બન્નેનું આવવુ જાવુ ચાલતુ જ રહે છે.માટે ફરીયાદ કરવા કરતા એવુ વિચારીએ કે જે કઈ પણ થાય છે તે મારા સારા માટે જ થાય છે,ધીરે ધીરે તમને દરેક પરિસ્થિતિમાં કઈક ને કંઈક સારું દેખાવા લાગશે.કહેવાય છે ને કે “નજર બદલો નજારા બદલી જશે”

6) મારી પાસે પૂરતા રૂપિયા છે

જો તમે વારંવાર એમ વિચારો છો કે મારી પાસે પૈસા નથી,મારી માથે કર્જ છે તો સૌથી પેહલા આવા વિચારોને ને પડતા મુકો કારણ કે આવા નકારાત્મક વિચાર આપણે ને મનથી ગરીબ બનાવે છે અને તેની અસર વાસ્તવિક જીવન માં પણ દેખાવા લાગે છે.આથી મન માં એ ભાવ રાખો કે તમારી પાસે પૂરતા રૂપિયા છે, તમામ કર્જ ઉતરી ગયુ છે પૈસાની કોઈ અછત નથી.

Leave a Comment