શિક્ષક કભી સાધારણ નહિ હોતા! | Happynetic

 

શાળાઓ ખુલવાના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે મારે આપને એક સવાલ પૂછવો છે. તમે જ્યારે નાના હતા મતલબ કે પેહલા ધોરણ માં હતા ત્યારે તમારા શિક્ષક કોણ હતા? કરો કરો યાદ કરો. દિમાગ કો થોડા જોર લગાવો.

તમને કદાચ તમારા માતા પિતા પાસે થી  તારક મેહતા ના ભીડે ની જેમ હમારે જમાને વાળી વાત સાંભળી હસે કે ત્યારે એમને “માસ્ટર” કેહવાતા હતા. એલા કોને મન માં વિચાર આવ્યો કે આ ખોટું છે “માસ્તર” હોવું જોઈએ. આમ જોઈ તો વાત સાચી છે બને શબ્દો પેહલી નજરે જોતા એકસરખા લાગે છે. પણ અહીંયા “માસ્તર” નો મતલબ એમ થાય છે કે ” માતા ના સ્તર “નું વહાલ કરી ને આપણે ને શીખવે તે , કે જે સર ટીચર કે પછી સરકારી શાળા માં બેન તરીકે સંબોધિત કરાય છે.
શિક્ષક ને જોતા એક જ વિચાર આવે કે કેવી મજા ની નોકરી, એ પણ 5 કલાક ની સાથે મોટા મોટા વેકેશન,પણ આ કેવડી મોટી જવાબદારી છે એતો કોઈ ખુદ શિક્ષક હોઈ એજ સમજી શકે છે.

 “શિક્ષક કભી સાધારણ નહિ હોતા”

મારે આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ કરવાનો હતો તો હું RMC (રાજકોટ મ્યુનસિપલ કોર્પોેશન) સેન્ટર ગયેલો અને મારો વારો આવે તેની રાહ જોતો લાઈન માં બેઠો હતો. થોડી વાર માં 5 વર્ષ નાં નાના નાના 10 થી 15 જેવા બાળકો, પણ ત્યાં આવ્યા ,કપડાં અને બીજી રીતે જોતાં લાગ્યું કે રોજ નું કમાય ને જીવતાં સામાન્ય પરિવાર નાં બાળકો હોવા જોઈ ,સાથે એક બેન પણ હતા લાગ્યું કે એમની સાથે આવ્યા છે અને શિક્ષક છે.

મને મન માં પ્રશ્ન થયો કે બાળકો ના આધારકાર્ડ ની જવાબદારી પણ શિક્ષક ની હોઈ છે કે કેમ? જવાબ જાણવા મે એમને પૂછ્યું તો તેમને કહ્યું કે ના એતો માતા પિતા ની જ હોઈ છે પણ આધારકાર્ડ વગર અમારા બીજા કામ અટકી જાય છે જેમકે બેંક માં ખાતું ના ખુલે એમ થાય તો એમની શિષ્યવૃત્તિ પણ અટકી જાય. એમને એમ પણ કહ્યું કે આ એવા લોકો ના બાળકો છે જે બોવ જાજુ ભણેલાં નથી સાથે એમને એમાં ખબર પણ નાં પડે સાથે રોજ નું કમાય ને ખાતા હોઈ તો કામ મૂકી ને આવી પણ ના શકે ખોટી એમની હાજરી પડે માટે બાળકો માટે આ નાની સેવા કરી છી.

વાત વાત મા જાણવા મળ્યું કે તેમની જોબ તો 2 વાગે જ પૂરી થઇ ગયેલ છે પણ બાળકો માટે બપોરે આવ્યા છે અને અત્યારે શાળાઓ બંધ છે તો બાળકો ને ભેગા કરવા ઘરે જઈ ને લઈ ને મૂકી પણ આવવાની જવાબદારી પણ છે. એક વ્યક્તિ એ બાળકો ને જોઇને થોડા પૈસા પણ આપ્યા કીધું કે બાળકો ને નાસ્તો કરાવજો. તો એમને પૈસા લેવાં ની ના પાડી ને કહ્યું કે એતો હું પણ કરાવીશ જ, સાથે એ પણ જોયું કે જરાય ખિજાયા વગર એક દમ પ્રેમ થી બધા બાળકો ને મેનેજ પણ કરતા હતા..
 
ચાણક્ય

“શિક્ષક કભી સાધારણ નહિ હોતા”

Leave a Comment