શોખ બડી ચીજ હે!! | Sokh Badi chiz hai

Diary Dost, શોખ બડી ચીજ હૈ

કહેવાય છે કે “શોખ બડી ચીજ હે” આપને બધા ને કોઈને કોઈ તો શોખ હોવાનો જ..કોઈ ને ગાવાનો હોઈ તો કોઈ ને લખવાનો..કોઈને રમવાનો હોઈ તો કોઈ ને જોવાનો..કોઈને ખાવાનો હોઈ તો કોઈને બનવાનો..ઈન શોર્ટ આપણે બધા ને કંઇક ને કંઇક કરવું ગમતું પણ હોઈ અને મજા પણ આવતી હોઈ..

સમય જતાં જતાં એક યા બીજા કારણોસર આપણાં શોખ યા તો ભૂલાય જાય છે યા તો બદલાય પણ જતા હોઈ છે પછી એ સમય ના અભાવ ને કારણે હોઈ કે પછી બીજા કોઈ પણ રીતે હોઈ..જોબ ના ઇન્ટરવ્યુ માં કંપની આપણાં શોખ પેહલા જાણી લેતી હોઈ છે પછી એને પતાવી દેતી હોઈ છે..

આપણી ગમતી પ્રવૃતિ કે જેને આપણે આપણાં શોખ કહીએ છીએ તે ચાલુ રહે એ ખૂબ જ જરૂરી છે કેમકે એ આપણે ને રિચાર્જ કરે છે આપનું સ્ટ્રેસ લેવલ ઘટાડે છે આપણો મૂડ ઓકે કરી દે છે..

રોજ બરોજ ની જીંદગી માં આવતા જતા..કંઇક કરતા કે ના કરતા..કોઈ ને મળતા કે પછી આજુ બાજુ કોઈ ને જોતાં જે પણ અનુભવ થાય પછી એ સારા હોઈ કે ખરાબ મને તે વ્યકત કરવા ગમે છે..એક યા બીજી રીતે હું કરતો જ હોવ છું..

મારાં આ શોખ ને જીવતો રાખવા ડાયરી નામ તો તમારો “Diary Dost”
તમને પોતાના દોસ્ત બનાવવા માટે હાથ લંબાવે છે..આપણી દોસ્તી ની શરૂવાત આજ થી થય રહી છે.. આશા રાખુ છું કે આ સફર માં તમે તમારો સાથ બનાવી રાખશો..

” કોઈ જ શોખ ના હોવો એ પણ એક શોખ જ છે”


Leave a Comment