“હિમાલય ની ટોચ પર પહોંચવું હોઈ તો શરૂઆત, નીચે થી જ થતી હોઈ છે”

 

કહેવાય છે કે ધંધો તો ભાઈ ગુજરાતીઓ ના લોહી માં છે તમારી આસપાસ નજર દોડાવશો તો તમને એક યાં બીજી રીતે એવા લોકો તો જોવા મળશે કે જેમનું ભાર પૂર્વક માનવું હોય છે કે નાનકડું પણ કંઇક ખુદ નું હોવું જોઈએ.

કેમ સાચી વાત છે ને? આપણી ઉપર તો કોઈ નઈ કે પછી ઇચ્છા થાય ત્યારે આવી કે જાય શકાય એ પણ કોઈ પણ સમયે. રજા લેવાની કોઈ ચિંતા નઈ આવા તો કેટલાય કારણો આપી શકાય કે જે ધંધા ની ફેવર કરતા હોઈ. એવા લોકો જે 9 થી 5 નાં સમય ના અને એક નું એક કામ કરવાના મત માં નથી કે જેમના મન માં સતત ધંધો કરવાના વિચારો જ ચાલતા હોઈ છે. ઘણી ઇચ્છા હોવા છતાં મેહનત કરવાની તમન્ના હોવા છતાં કેમ આગળ વધતા નથી?
કંઇક તો કારણ હોવું જોઈએ, એમાં સૌથી મોટું કારણ એ હોઈ છે કે ધંધો કરવા માટે પૈસા જોઈએ. પછી ના નંબરે આવે છે કે ધંધો શું કરવો?
જો કે અહીંયા પોતે કઈ બાબતો મા આવડત ધરાવે છે કે જે કરવું છે તેની આવડત મેળવવાનો વિચાર કરવાનો ચૂકી જતો હોઈ છે..

મારે કંઇક અલગ કરવું છે જે કંઇક બીજા થી અલગ હોઈ અને હટકે હોઈ કે પછી કોઈએ આજ સુધી ના કર્યું હોય એવું કરવું છે. આ રીત ની ઊંચી અપેક્ષા બોવ સારી વાત છે પણ આજ ઊંચી અપેક્ષા જે કરવા માંગી છે તેના પ્રયાસો ને નીચા પાડી દેતાં હોઈ છે કે આવું હોઈ તો જ હું કરું.

દરેક કેરી આપતો આંબો એક સમયે બીજ જ હોઈ છે કે જે સમય સાથે સાથે વિકસે છે અને પરિણામ સ્વરૂપ મીઠા ફળ આપે છે. જો કે અહીંયા એ વાત પણ ધ્યાન માં લેવા જેવી છે એ રાતો રાત શક્ય નથી બન્યું હોતું. અમે લચ્છી પીવા ના શોખીન હોઈ આજે પણ વિચાર્યું કે ઉનાળા ની અસર દેખાવા લાગી છે લચ્છી પિતા જ જાય. દર વખત ની જેમ જાણીતી જગ્યા એ જ જતા હતા, રસ્તા માં અમારા ધ્યાન માં એક નવા લચ્છી વાળા પર પડી. વિચાર્યુ કે હાલો ભાઈ આજે અહીંયા ટેસ્ટ કરતા જાય. થોડીક આજુ બાજુ નજર કરતા જોવા મળ્યું કે અમૂલ ના દહીં નાં તૂટેલા પેકેટ પડ્યા હતા અને તેમાં થી જ તેવો બનાવતા હતા એ પણ લાઈવ , નામ પણ હતું કે “અમૂલ લચ્છી” અમને ટેસ્ટ માં પણ બેસ્ટ લાગી.

આપને કેહવાનો પ્રયાસ એ જ છે કે ઘણી વાર આપણી મન ની મન માં રહી જતી હોઈ છે અને કોઈ બીજા એ જ વસ્તુ ને કરી બતાવતા હોઈ છે. એ પણ બોવ ઓછા બજેટ મા અને ઓછા સાધનો નો ઉપયોગ કર્યા વગર, આપણને ખુદ આપણાં સિવાય બીજું કોઈ રોકી શકતું નથી હોતું. મારો મિત્ર કહે છે કે તમે શરૂવાત તો કરો આગળ નો રસ્તો એની મેળે દેખાશે.
આશા રાખીએ કે તમે જે કરવા માંગો છો એ દિશા મા તમે એક પગલું તો ચોકક્સ ઉપડશો અને એક દિવસ તમારી ખુદ ની સફળ થતી કહાની તમારા જ ઉદાહરણ દ્વારા અહીંયા તમે ખુદ જ વાંચી રહ્યા હશો.

“હિમાલય ની ટોચે પહોંચવું હોઈ તો શરૂઆત, નીચે થી જ થતી હોઈ છે”

Leave a Comment