આજના સમય માં વિધાર્થીઓ ની સમસ્યાઓ પર નિબંધ | Students’ challenges nowadays Essay In Gujarati

આ લેખ માં હું તમને આજના સમય માં વિધાર્થીઓ ની સમસ્યાઓ વિશે ઘણી બધી વાતો જણાવીશ જે સમસ્યાઓ ને માતા પિતા, શિક્ષકો અને ખુદ પોતે વિધાર્થીઓ એ ધ્યાન માં લેવા જેવી છે. તેથી આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિનંતી.

આજના તનાવમય યુગ માં બધા એજ કોઈની કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમાં સૌથી ખરાબ પરિસ્થિતિ આજના વિદ્યાર્થીઓની જ છે. વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક દબાણ ખૂબ જ વધારે હોય છે. જેથી કરી ને વિદ્યાર્થીઓમા ચિંતા અને ડર ઉભો થઈ શકે છે. વિદ્યાર્થીએ શૈક્ષણિકતાની સમસ્યા સાથે સાથે બીજી પણ ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેવી કે માનસિક સમસ્યા, સામાજિક સમસ્યા આ બધી સમસ્યાનું નિરાકરણ ક્યાં? ઘણીવાર એવું થાય છે કે શિક્ષકોને અમુક વિદ્યાર્થીઓ પર આશા હોય છે કે આ વિદ્યાર્થી સારી ટકાવારી સાથે પાસ થશે. પરંતુ અમુકવાર વિદ્યાર્થીઓ આશા પર ખરા ઉતરી શકતા નથી આશા રાખવી એ ખરાબ વસ્તુ નથી પરંતુ વિદ્યાર્થીને માનસિક તૈયારી કરાવવાનો પૂરતો સમય નથી મળી રહેતો શિક્ષકો તો ખાલી કહે છે, કે આટલા માર્કસ લાવવા પરંતુ માર્કસ વિદ્યાર્થી કેવી રીતે લાવે છે. તે તેનું મન જાણો તું હોય છે. 

આજની નવી શિક્ષણ પદ્ધતિ તો બાળકો માટે ખૂબ મુશ્કેલી થઈ રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ નિરાશ થઈ રહ્યા છે. શિક્ષકો માટે પણ મુશ્કેલી થઈ રહ્યું છે. તે વિદ્યાર્થીઓ પણ જાણે છે. જો એક શિક્ષક બધા વિષય નથી ભણાવી શકતા તો એક વિદ્યાર્થી પાસે આશા રાખે છે. કે બધા વિષયોમાં સારા માર્કસ આવે આજના વિદ્યાર્થીઓને માનસિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. સોશિયલ મીડિયાનો વધુ પડતા ઉપયોગને કારણે આજે વિદ્યાર્થીઓમાં સહનશક્તિ ખૂબ ઓછી થઈ રહી છે. 

પ્રાચીનકારમાં વિદ્યાર્થીઓનું જીવન આદર્શ હતું. વળી હતું ગુરુના આશ્રમમાં રહીને શિક્ષણ મેળવવાનું હતું જેથી કરીને માનસિક ઘડતર ની સાથે સાથે શારીરિક ઘટ્ટર પણ સારી રીતે જળવાઈ રહે. આજનું વિદ્યાર્થી જીવન તો વૃદ્ધ રીતે ચાલે છે. પહેલાના સમયમાં કોઈપણ વિદ્યાર્થીની આત્મહત્યા ન કરતું હતું પરંતુ આજનો હાલ તો આપણે સૌ જાણીએ છીએ વળી શિક્ષણ અને પરીક્ષણ બંનેમાં જેમાં ખૂબ ફેર હોય છે. આજના નિર્દોષ વિદ્યાર્થીઓ ખૂબ મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે.

આજના વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન,તણાવ, નિરાશા વગેરે ઘણી બધી મુશ્કેલીઓ હોય છે. જેમાંથી અમુક જ વિદ્યાર્થીઓ પસાર થઈને સારી રીતે જિંદગી જીવે છે. જો આ બધી મુશ્કેલીઓમાંથી વિદ્યાર્થી જો હર માનીને બેસી જાય તો તેનું આખું જીવન વ્યર્થ જાય છે. આ બધી પરિસ્થિતિ ઉભી પણ શિક્ષક જ કરે છે. અને તેમાંથી બહાર પણ શિક્ષક જ કાઢે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં શિક્ષકનું મહત્વ ઘણું અગત્યનું છે પણ જો શિક્ષક સાચું માર્ગદર્શન આપે તો જ નહીં તો શિક્ષકો પણ ગેરમાર્ગે દોડી શકે છે. 

આજકાલનું વિદ્યાર્થી જીવન વિચારી પણ ન શકાય તેટલું મુશ્કેલી બની રહ્યું છે. વિદ્યાર્થી એટલે વિદ્યાર્થીનો અર્થી એક આદર્શ વિદ્યાર્થી કેવી રીતે બનવું? જીવન જુઓ તો કૃષ્ણ ભગવાન જેવું પરંતુ વિદ્યાર્થીઓ કાર જીવો તો સ્વામીવિવેકાનંદ જેવું આપણે સૌએ

સ્વામીવિવેકાનંદ : આપણે સૌએ સ્વામી વિવેકાનંદ નું જીવન ચરિત્ર વાંચ્યુ જ છે. આજના સમયમાં આદર્શ વિદ્યાર્થી શોધવું લગભગ અશક્ય જ છે. વિદ્યાર્થીમાં જો 2 ગુણ હોય તો તે આદર્શ વિદ્યાર્થીની નિશાની છે.

  1. લગન:- પોતાના લક્ષ પ્રત્યે ગંભીર રહેવુ.
  2. પરિશ્રમી:- પોતાના લક્ષને પામવા માટે પરિશ્રમ કરવો

જો દરેક વિદ્યાર્થી ફોન ની લત છોડી દે ને તો દુનિયાના દરેક-દરેક વિદ્યાર્થીની ગણના આદર્શ વિદ્યાર્થી મા થશે. પરંતુ વિદ્યાર્થીઓને ખબર નથી કે આ બધું મોબાઈલ ફોન ના લીધે થાય છે. અમુક મુશ્કેલી શિક્ષકો સર્જે છે, તો અમુક મુશ્કેલી ફોન સર્જે છે. આ બધી વસ્તુઓમાં એક માસુમ વિદ્યાર્થી કુટેવો માં ફસાય છે. એવું નથી કે બધા જ શિક્ષકો ખરાબ હોય છે. અમારી શાળાના શિક્ષકો તો ખૂબ જ સારા છે. પરંતુ અમુક શાળામાં કેળવાયેલા શિક્ષકો નથી હોતા અને વિદ્યાર્થી માટે ઘણી મુશ્કેલી ઉભી થાય છે. 

આ બધી મૂંઝવણનું નિરાકરણ ક્યાં? આ બધી પરિસ્થિતિઓ આવવાનું બીજું એક કારણ પુસ્તક વાંચવાનો અભાવ જો દરેક વિદ્યાર્થી સ્વામીવિવેકાનંદ ના રસ્તા પર ચાલે તો દરેક વિદ્યાર્થીઓ આદર્શ શકશે. મારા મત મુજબ આજ એક નિરાકરણ છે. સ્વામીવિવેકાનંદ છે. વિદ્યાર્થીઓ માટે કે તમારો બાપ એક જ છે. તમારી નબળાઈ તમારી નબળાઈને તમે દૂર કરો તોજ જીવનમાં સફળ બનશો તેમનો વિદ્યાર્થીઓ સાથે એક અલગ જ સંબંધ છે.

“જો કોઈ શિક્ષકને ખોટું લાગ્યું હોય તો દિલથી માફી ચાહું છું.”

મને આશા છે કે તમને આ આર્ટીકલ વાંચી ને વિધાર્થીઓની સમસ્યાઓ વિશે જાણ થઈ હશે અને ઘણું શીખવા મળ્યું હશે તો આ આર્ટીકલ તમારા માતા પિતા, શિક્ષકો અને મિત્રો સાથે શેર કરો. 

ધન્યવાદ ! 🙏

Writtern By : Geet Patel

Leave a Comment