પાણીથી કઈ પણ આકર્ષિત કરવાની ટેકનીક |વોટર મેનીફેસ્ટેશન પદ્ધતિ | Water manifestation technique in Gujarati


ઘણીવાર એવુ થતુ હોય છૅ કે જે પ્રશ્ન નો જવાબ આપણી સામે જ હોય તેને આપણે ગમે ત્યાં શોધતા ફરીએ છીએ.

તો દોસ્તો આજે હું તમને એવો જ એક જવાબ જણાવવા જઈ રહ્યો છુ.


કહેવાય છે કે જીવન માં કઈ પણ મેળવવું હોય તો બસ આંખો બંધ કરો  અનેં પાણી ને જણાવો અને તે પાણી ને પી લ્યો,તમે ખુદ જોશો કે જીવન માં તમે જે કઈ પણ ઈચ્છતા હતા એ મળવા લાગ્યું છે.


ચાલો દોસ્તો આજે આપણે પાણીથી કઈ પણ આકર્ષિત કરવાની ટેકનીક ( Water manifestation technique) વિશે જાણીએ


જાપાન ના વિજ્ઞાનીકો એ સંશોધન કર્યું તો જાણવા મળ્યું કે પાણી ઉપર આપણા વાયબ્રેશન ની અસર પડે છે, જે હું તમારી સાથે શેર કરી રહ્યો છું.


તેમણે પાણીથી ભરેલા બે ગ્લાસ લીધા, તેમાં એક ઉપર “પ્રેમ” અને બીજા ઉપર “નફરત” લખીને એક રૂમ માં એક રાત માટે રાખી મુક્યા.


સવારે જ્યારે ચેક કર્યું તો બને ગ્લાસ માં રહેલ પાણી માં ફેરફાર થઈ ગયા હતા, જે ગ્લાસ માં પ્રેમ લખ્યું હતું તેમાં

સોનેરી ક્રિસ્ટલ બન્યા હતા અને જેમાં નફરત લખ્યું હતું તેમાં કાળા ક્રિસ્ટલ બન્યા હતા, સંશોધનથી એ વાત સાબિત થઇ ગઇ કે પાણી ઉપર આપણા વાયબ્રેશન ની અસર થાય છે.


આ પણ વાંચો: જાણો 555 મેનિફેસ્ટેશન પદ્ધતિ શું છે?


તમે ખુદ પણ આ પ્રયોગ જાતે કરી શકો છો કરવાનું ફક્ત એટલુ જ છે કે પાણી થી ભરેલા બે ગ્લાસ લેવાના છે અને એક માં પ્રેમ અને બીજા માં નફરત લખી બને ગ્લાસ ને ફ્રીજમાં રાખી મુકો બીજા દિવસે ખુદ તમને પ્રમાણ મળી જશે કે પાણી ઉપર આપણા વાયબ્રેશન ની અસર થાય છે.


હવે તમે જરાક વિચારો કે ફક્ત એક શબ્દ લખવાથી પાણી ઉપર તેની સારી કે ખરાબ અસર થાય છે તો આપણા શરીર માં કેટલું પાણી છે? 70% આપણા મન માં ઈર્ષા લોભ મોહ ઝગડા ના જાણે શુ શુ ભર્યું હોય છૅ,જરાક વિચારી જોવો કે તેની આપણા શરીરની અંદર રહેલા પાણીમાં તેની કેવી અસર થતી હશે.


તમને યાદ હશે કે નાનપણ માં જ્યારે આપણે બીમાર પડી જતા ત્યારે આપણે ને કોઈ પીર કે ફકીર પાસે દરગાહ કે મસ્જિદ માં કે કોઈ મંદિરે લઈ જવામાં આવતા અને ત્યાં આપણે ને ખાસ પાણી પીવડવામાં આવતુ,કે જેને પીધા પછી ઘણી વાર કોઇ દવા લીધા વગર પણ ફક્ત એ પાણી પીવાથી આપણેને સારું થઈ જતું.


આજે પણ આપણા ઘર ના શુદ્ધિકરણ માટે અને નકારાત્મકતા ને દૂર કરવા માટે સવાર સાંજ “ગંગાજળ” છાંટવામાં આવે છૅ. ઘણીબધી એવી જગ્યાઓ એ લોકો જાય છે ત્યાં પાણી પીવા થી કે નહાવાથી બીમારી કે પરેશાનીથી મુક્ત થઈ જાય છે.


મુસ્લિમ લોકો ના ઘરોમાં  “ઝમઝમ” ના પાણી ને પવિત્ર માનવામાં આવે છે તો ખ્રિસ્તી ધર્મ માં પણ ઉપચાર માટે 

પવિત્ર પાણી (The holy water) નો ઉપયોગ કરવામાં આવે છે,મતલબ કે આપણે પહેલથી પાણીથી કામ લેતા આવ્યા છીએ અને આગળ પણ લેશું.

પાણી દ્વારા કંઈપણ આકર્ષિત કરો 

હવે વાત આવે છે કે પાણીથી આપણે કેવી રીતે કઈ પણ આકર્ષિત કરી શકીએ? જાપાન ના વૈજ્ઞાનિક ડો ઈમોટો    મશારું આ ટેકનીક પણ કામ કર્યું હતું  અને તેમને જાણવા મળ્યુ કે પાણી ની અંદર ચુંબકીય ગુણ હોય છે કે જે આપણી લાગણીઓ ને આકર્ષિત કરવાની તાકાત ધરાવે છે.જ્યારે તમે પાણીને હાથ માં લો છો ત્યારે તમારાં શરીર ની જે ઉર્જા હોય છે તે પાણીમાં ટ્રાન્સફર થઇ જાય છે અને તમારાં એ પાણી પીતા ની સાથે જ તમારા શરીર ની અંદર સમાય જાય છે.

પ્રયોગ કેવી રીતે કરવો?

હવે તમે પાણી ના વિજ્ઞાન ને સમજી ગયા હશો તમારે ફકત એટલું જ કરવાનું કે હવે થી જયારે તમે પાણી પીવા માટે જાવ ત્યારે મન માં કોઈ એક અફરમેશન બોલવાનું જેમકે

  • હું ખુશ છું
  • હું સફળ છું
  • હું મની મેગ્નેટ છું
  • હું વધુ કરવા સક્ષમ છું
  • હુ આભારી છુ

અને પછી એ પાણીને પિય જવાનુ છે, જેના થી તે પાણીમાં સમાય જશે અને ધીરે ધીરે તમે એવા બનવા લાગશો.


આ પ્રયોગ જાદુ ની જેમ કામ કરે છે, શરત ફક્ત એટલી જ છે કે તમે તેને ટેસ્ટ કરવા માટે ના કરતા તમારા જીવન નો એક રૂટિન ભાગ બનાવો


Leave a Comment