યાદો નો ગલ્લો! | Yado No Gallo !

 

આજ કાલ તો ભાઈ વેબ સિરીઝ નો ટ્રેન્ડ છે..તમારી જેમ જ આપને પણ જાજા નઈ પણ થોડા શોખીન તો ખરાં.
હમણાં એક મિત્ર એ “ગુલ્લક” સજેસ્ટ કરેલી તો જોય નાખી..

તમને કદાચ વિચાર તો આવ્યો જ હસે કે યે ગૂલ્લક ક્યાં હોતા હે ભાઈ ? મને પણ પેલા આજ સવાલ થયેલો.. ચલિયે પરદા ઉઠા હી દેટે હે હમ.. ગુલ્લક્ એટલે આપણી કાઠિયાવાડી દેશી ભાષા માં કહીએ તો “ગલ્લો”

શું સમજ્યા? પાન નો ગલ્લો?
આપણે ને એ જ યાદ આવે કેમકે પેલા જમાના માં ગામ નો ચોરો અને હવે પાન નો ગલ્લો ઑફિસિયલ મળવાની જગ્યા  જો બની ગયેલ છે…

જો કે આયા એ ગલ્લા ની વાત નથી..
વાત છે પેલો જે લાલ કલર નો ગોળ આવે પૈસા જેમા આપને નાખીએ અને ક્યારેક કોઈ ને ખબર ના પડે એમ ચપ્પુ થી કાઢી લઈએ એવી આપની પોતાની પિગી બેંકની…દરેક ઘર માં અચૂક જોવા મળે..

આમ તો એ રૂપિયા ભેગા કરવા માટે છે ..આયા એક વિચાર આવ્યો કે આપણી પાસે એવો કોઈ ગલ્લો છે? કે જેમાં આપણે આપણી ખાટી મીઠી યાદો નો સંગ્રહ કરીએ..આપનું મન એ ગલ્લો જ છે રોજ બરોજ થતાં અનુભવ એમાં જમાં થતાં જ હોઈ છે..

ચાલો આજે મારી વાત કરું એક બિલ ભરવા માટે હું મારા મિત્ર ની સાથે ગયેલ ..બન્યું એવું કે મારી પાસે માસ્ક હતું પણ મિત્ર ની પાસે નોતુ..તો મે પણ ના પેર્યું .1000 નો દંડ ભલે આવે પણ નથી પેરવું જે થાય એ જોયું જશે..અમુક મિત્ર સાથે હોઈ હિંમત આવી જ જાય..પોલીસ ની સામે થી પસાર થયા… જોયું તો એમને પણ નોતાં પેર્યાં..નિયમો ફક્ત આપણા માટે જ છે…

મારું યાદો ના ગલ્લા માં મિત્ર સાથે કરેલ આ પરાક્રમ જમાં થયું આજે..
તમારી યાદો ના ગલ્લા માં શું ?
યાર તમે પણ કર્યું તો હસે જ હો..તો જણાવજો ને કૉમેન્ટ બોક્સ માં..

#ગલ્લો
યાદ અને ફરિયાદ એકજ વ્યક્તિ થી હોઈ છે..

Leave a Comment